ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Live TV
-
રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે સાંજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. તો, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 15 તાલુકામાં સામાન્ય એક ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.
