Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં એક દિવસમાં સરેરાશ 25 મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ

Live TV

X
  • વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. પરંતુ, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર અસર કરી રહ્યું છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા તેમજ દેશને પ્રદૂષણમુક્ત કરવા પ્રદૂષણલક્ષી યોજના, સ્વચ્છ ભારત મિશન સાથે કચરાનું યોગ્ય નિકાલ માટે રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ જેવી અનેક પહેલ અને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અને કલાયમેન્ટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના માર્ગદર્શનમાં અને GPCB બોર્ડ દ્વારા ઔધોગિક જોખમી કચરાનું યોગ્ય નિકાલ બાબતે થયેલી અભૂતપૂર્વ કામગીરીના પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં 'ટોપ પર્ફોમર' રાજ્ય બની રહ્યું છે.

    રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 28 મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરો એકત્રિત કરવામાં આવે છે જે પૈકી સરેરાશ 25 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ કચરાને રિસાયક્લિંગ કરી તેનો ખાતર બનાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે અંદાજિત 30,073 મેટ્રિક ટન કચરાને એકત્રિત કરી ૨૭,૭૩૫ મેટ્રિક ટન ધન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2021-22 માં કુલ 10,320  મેટ્રિક ટન ઘરગથ્થુ ધન કચરાને એકત્રિત કરી 9,031 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયું. જ્યારે વર્ષ2022-23 માં 9,436 મેટ્રિક ટન કચરા પૈકી 9,832 મેટ્રિક ટન કચરાનો નિકાલ, વર્ષ 2023-24 માં 10,317 મેટ્રિક ટન ધન કચરો એકત્રિત કરી 8,873 મેટ્રિક ટન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.

    GPCB કો-પ્રોસેસીંગનો કોન્સેપ્ટ અપનાવવમાં સમગ્ર દેશમાં અગ્રેસર છે. “કચરામાંથી કંચન”ના અભિગમ હેઠળ ઔદ્યોગિક ઘન કચરો સિમેન્ટ ઉદ્યોગની અંદર બળતણ અથવા કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જે અંતર્ગત વર્ષ 2009 થી માર્ચ-2024 સુધીમાં 45.63 મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો કો-પ્રોસેસીંગ થકી સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2023-24 દરમિયાન 06  મિલિયન મેટ્રીક ટનથી વધુ કચરાનો સિમેન્ટ ઉદ્યોગોમાં નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ 2009 થી માર્ચ-2024 સુધીમાં રાજ્યમાં સિમેન્ટ કિલ્નમાં આશરે 94 લાખથી વધુ મેટ્રીક ટન પ્લાસ્ટિક કચરાનો પણ કો-પ્રોસેસીંગ થકી નિકાલ કરાયો છે.

    લીગસી વેસ્ટ

    જે ઘરગથ્થુ ઘન કચરાનો સમયસર અને યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો, તે ઘન કચરો લીગસી વેસ્ટમાં પરિવર્તે છે, જેના થકી પ્રદૂષણમાં વધારો થાય છે. આ પ્રદૂષણને અટકાવવા છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 254.25  લાખ મે.ટન લીગસી વેસ્ટનું યોગ્ય વર્ગીકરણ અને વ્યવસ્થાપન કરીને તેનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાએ અંદાજીત 125 લાખ મે.ટન લીગસી વેસ્ટનો નિકાલ કર્યો છે. જેના પરિણામરૂપે અમદાવાદ શહેરનો લગભગ 40 એકર જેટલો વિસ્તાર ખુલ્લો થયો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply