Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ

Live TV

X
  • ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ

    ગુજરાતમાં મે મહિનાના અંતમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે અને આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ ગરમીમાંથી બહુ મોટી રાહત મળવાની શક્યતા નથી. જો કે, બીજી તરફ દક્ષિણ ભારત તરફથી ચોમાસાને લઈને વાજતે-ગાજતે સારા સમાચાર આવી રહ્યા છે.

    આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ?

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 થી 26 મે દરમિયાન રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. આગામી એક સપ્તાહ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો મોટો ઘટાડો જોવા નહીં મળે. જો કે, રાહતની વાત એ છે કે પારો 1 થી 2 ડિગ્રી જેટલો નીચે ઉતરી શકે છે. રાજ્યમાં અત્યારે પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની નોંધાઈ રહી છે.

    રાહતના સમાચાર: 26 મે ના રોજ કેરળમાં ચોમાસાની એન્ટ્રી!

    કાળઝાળ ગરમી વચ્ચે સામાન્ય જનતા માટે આશાના કિરણ સમાન સમાચાર હિંદ મહાસાગર તરફથી આવ્યા છે. હવામાન વિભાગના મતે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે હાલ ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 26 મે ના રોજ ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે. જો કેરળમાં ચોમાસું સમયસર બેસી જશે, તો જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને વરસાદી માહોલ શરૂ થઈ શકે છે.

    ગરમીનો પારો સતત ઊંચો હોવાને કારણે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને લૂ થી બચવા માટે લીંબુ પાણી, છાશ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરતા રહો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply