ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ નહીં, 104 હેલ્પલાઈન નંબર જાહેર
Live TV
-
ગુજરાતમાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નહિ હોવાનું જણાવતા મુખ્યમંત્રી - સરકારે કોરોના વાઇરસ સામે લડવા અટકાયતી યોજના કરી જાહેર - કોરોના માટે 104 હેલ્પલાઇન નંબર જાહેર -તાપી જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે બનાવાયો અલગ વોર્ડ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના રોગને હૅલ્થ ઇમરજન્સી ઑફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કર્યો છે. ગુજરાતમાં આ રોગનો એક પણ કન્ફર્મ કેસ નોંધાયેલો નથી. પરંતુ આ રોગનો ફેલાવો ન થાય તે માટે આ રોગના કારણે થતી ખુવારી અટકાવી શકાય તે માટે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલ મુકીમે અટકાયતી યોજના જાહેર કરી હતી.
જેમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર અને કૉર્પોરેશન કક્ષાએ, મ્યુનિસિપલ કમિશનરને કોરોના વાઇરસ અટકાવવા માટે નૉડલ ઑફિસર નિમવામાં આવ્યા છે. જિલ્લા અને કૉર્પોરેશન કક્ષાએ ૨૪ x સાત કંટ્રોલ રૂમ શરૂ કરાશે. એક હૅલ્પ લાઇન નંબર પ્રસારિત કરાશે.
શાળાઓ અને કૉલેજોમાં આ રોગ અંગે જાગૃતિ ફેલાવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના વાયરસને લઇને જણાવ્યું કે કેન્દ્ર સરકારેની સૂચના અનુસાર રાજ્ય સરકાર અમલ કરી રહી છે. સુરત અને અમદાવાદમાં એરપોર્ટ પર સ્ક્રીનીંગ કરાઇ રહ્યું છે. આઇશોલેશન વોર્ડ બનાવાયો છે. તમામ ટેસ્ટની વ્યવસ્થા કરાઇ છે.
