Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ

Live TV

X
  • દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ....રાજ્યમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો

    દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ....રાજ્યમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રીથી વલસાડ, નવસારી, બીલીમોરા સહિત કેટલાક શહેરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સવારે 8 વાગ્યાથી સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જે પોણો કલાક સુધી વરસતા પાણી પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

    ક્લાઇમેટ ચેન્જની માઠી અસર ફરી જોવા મળી છે. ગાંધીનગર જિલ્લાભરમાં કમોસમી વરસાદ થયો છે. માવઠાથી જોકે ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસામાં રસ્તા પર પાણીના રેલા ચાલી ગયાં હતાં. કલોલમાં તો બજારો બંધ થવાના સમયે પડેલા વરસાદના પગલે વીજળી ગુલ થઇ જવાથી અંધારપટ્ટ છવાઇ જવાના કારણે વેપારીઓ અને ગ્રાહકે હાલાકી વેઠવી પડી હતી. હવામાન તંત્ર દ્વારા બે દિવસથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતી હતી અને પાટનગરમાં વાદળછાયા આકાશ વચ્ચે સવારે ભેજનું પ્રમાણ વધ્યા બાદ સાંજે 5 વાગ્યાના અરસામાં પણ વાતાવરણમાં સરેરાશ કરતા વધુ ભેજ નોંધાવાના પગલે વરસાદ થવાના એંધાણ મળી ગયા હતાં
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply