Skip to main content
Settings Settings for Dark

ડિઝિટલ ઈન્ડિયાઃ રાજકોટ ટ્રાફિક પોલીસ હવે સ્વાઈપ મશીનથી દંડ ઉઘરાવશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરતું રાજકોટ ટ્રાફિક પોલીસનું પગલું.દંડની રકમ હવે સ્વાઇપ મશીન દ્વારા ભરી શકાશે.ખિસ્સામાં પૈસા ન હોવાનું બહાનું નહીં ચાલે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયા સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટ શહેર પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા લોકો પાસેથી નિયમોના ભંગ બદલ લેવાતા દંડ ની રકમ હવે સ્વાઈપ મશીન દ્વારા કેશલેસ કરવામાં આવતા લોકોને દંડની રકમ ભરવાની સરળતા રહેશે. 

    રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં લોકો પાસેથી 100 રૂપિયા થી માંડી 500 અને 1000 રૂપિયા સુધીનો રોકડ દંડ ટ્રાફિક નિયમનોના ભંગ બદલ લેવામાં આવી રહ્યો છે. મોટે ભાગે લોકો પાસે ખિસ્સામાં 500 થી 1000 રૂપિયા પણ ન હોય તો પોલીસને એટીએમનું બહાનું આપતા હોય છે. 

    ટ્રાફિક પોલીસને 10 થી વધુ સ્વાઈપ મશીન ફાળવવામાં આવ્યા છે જેથી લોકોને રોકડ રકમ સાથે ન હોય તો દંડ ભરવાની મુશ્કેલી નહીં પડે. શહેરીજનો એટીએમ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા પોલીસને દંડની રકમ જમા કરાવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply