Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ધોરણ 10 -12ની બૉર્ડ પરીક્ષાનો પ્રારંભ, CMએ ટ્વિટ કરી પાઠવી શુભેચ્છા 

Live TV

X
  • ગુજરાત માધ્યમિક, અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ.10 અને 12ના સાડા સત્તર લાખ કરતા વધુ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. બોર્ડે પરીક્ષાની દેખરેખ તેમજ વ્યવસ્થા માટે રાજ્યભરમાં 70 હજાર કરતા વધુ કર્મચારીને જોડવામાં આવ્યાં છે. રાજ્યના 137 ઝોનમાં 1,587 કેન્દ્રોમાં સમાવિષ્ટ 5,559 બિલ્ડિંગના 60,027 વર્ગખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

    ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા, રાજ્ય કક્ષાની કુલ 80 વિજિલન્સ સ્ક્વોડની ટીમો તૈનાત કરાશે. આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્રો પર ,પરિક્ષાર્થીઓ ,હોંશે હોશે ,પરીક્ષા આપવા ગયા હતા. જ્યાં તેમનું ભવ્યોતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમુક પરીક્ષા કેન્દ્રો પર ગુલાબ અને કુમ-કુમ તિલક કરીને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ શિક્ષણ બોર્ડે પણ પરીક્ષાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે ,આયોજન કરવા માં આવ્યું છે. 

    પરીક્ષાને ધ્યાન માં રાખીને ગુજરાતના CM રૂપાણીએ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારતું ટ્વિટ કર્યું છે. વિજય રૂપાણીએ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યુ ,કે ચિંતા છોડી આત્મવિશ્વાસથી પરીક્ષા આપો: ચિંતા કરવાથી પરીક્ષા-પરિણામ બદલાતુ નથી. જીવનમાં અનેક પરીક્ષાઓ આપવાની રહેશે. આત્મવિશ્વાસ સાથે આપેલી પરીક્ષામાં સફળતા મેળવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply