ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2021માં ડેન્માર્ક પણ સહભાગી થશે
Live TV
-
ડેન્માર્કની વિદેશ નીતિ સમિતિના સભ્યોએ આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં સહભાગીતા માટે તત્પરતા વ્યકત કરી છે ડેન્માર્કની સંસદની વિદેશ નીતિ સમિતિના સભ્યોએ ગઇકાલે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી.
ડેન્માર્કની વિદેશ નીતિ સમિતિના સભ્યોએ વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં સહભાગીતા માટે તત્પરતા વ્યકત કરી.
ડેન્માર્કની વિદેશ નીતિ સમિતિના સભ્યોએ આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં સહભાગીતા માટે તત્પરતા વ્યકત કરી છે ડેન્માર્કની સંસદની વિદેશ નીતિ સમિતિના સભ્યોએ ગઇકાલે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે ગુજરાત સાથેના દ્વિપક્ષીય વેપાર, રોકાણ સહકાર સંબંધો અંગે વિશદ ચર્ચા-વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્યમાં ઔદ્યોગિક અને ઘરવપરાશ હેતુ માટે બિન પરંપરાગત ઊર્જાના વધુ ઉપયોગ માટે અપાઇ રહેલા પ્રોત્સાહનો, રાજ્યમાં જમીન અને ગ્રીડનો મહત્તમ ઉપયોગ કરવા માટે વીન્ડ એન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ની વિશેષતાઓ, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સ્વનિર્ભર સેલ્ફ રિલાયન્ટ મોડેલ તરીકે ગુજરાત રાજ્યવ્યાપી વોટરગ્રીડની સફળતા, રાજ્યમાં નેચરલ ફાર્મીગ – પ્રાકૃતિક ખેતીને પ્રેરિત કરતી પહેલઑ તથા ગુજરાતમાં સૌ પ્રથમ હાઇસ્પીડ રેલ, બીઆરટીએસ, ઇલેટ્રીક વ્હીકલ્સ અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર જેવી માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સુવિધાઓની વિશદ રૂપરેખા આપી હતી. આ કમિટીના સભ્યોએ આગામી વાયબ્રન્ટ સમિટ ર૦૨૧માં સહભાગી થવાની તથા ગ્રીન એનર્જી, ડેરી સેકટર અને એગ્રીકલ્ચર સેકટરમાં ગુજરાત સાથે સહભાગીતાની તૈયારી દર્શાવી હતી.
આ સાથે ઇન્ડોનેશિયાએ પણ વાયબ્રન્ટ સમિટ – 2021માં પાર્ટનર તરીકે સહભાગી થવા તથા ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. ઇન્ડોનેશિયાના કોન્સુયલ જનરલે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી ગુજરાત સાથે દ્વિપક્ષીય સંબંધો, મજબુત બનાવવા તથા વેપાર ઉદ્યોગ રોકાણ માટે તેમના રાષ્ટ્રની તત્પરતા દર્શાવી હતી.
