Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 'ખેત બચાવો અભિયાન'નો પ્રારંભ: રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા કૃષિ મંત્રીનું આહ્વાન

Live TV

X
  • કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી રાજ્યવ્યાપી 'ખેત બચાવો અભિયાન'નો શુભારંભ કરાવ્યો છે.

    1 જૂનથી 30 જૂન, 2026 સુધી ચાલનારા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરોના અતિરેકને રોકી જમીનની ફળદ્રુપતા બચાવવાનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.

    મંત્રીએ ખેડૂતોને અપીલ કરી હતી કે શરૂઆતમાં પોતાની જમીનના 25 ટકા હિસ્સામાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરે.સરકારી કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો (શાકભાજી, અનાજ, ફળ) માટેના વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.હાલ રાજ્યના 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, જેમાં ચાલુ વર્ષે વધુ ૫ લાખ ખેડૂતોને જોડવાનો સરકારનો સંકલ્પ છે. અત્યાર સુધી 20 લાખ ખેડૂતોને આ અંગે તાલીમ આપવામાં આવી છે.કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીને કારણે જમીન અને દૂધ દૂષિત થઈ રહ્યા છે, જે ગંભીર બીમારીઓનું કારણ છે. તેમણે પશુપાલન સાથે ખેતી કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે, ભારત વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં 25 ટકા હિસ્સો ધરાવે છે અને ગુજરાત આ ક્ષેત્રે અગ્રેસર છે.આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. જેવા આધુનિક વિકલ્પો અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના'ના લાભોનું વિતરણ કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
apply