વડોદરામાં ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી તેજ: મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ
Live TV
-
વડોદરામાં આગામી ચોમાસા દરમિયાન જળભરાવની સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓએ ઉત્તર ઝોનમાં ચાલી રહેલી કાંસ સફાઈની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.પદાધિકારીઓએ વોર્ડ નં. 2માં સમા કેનાલ રોડ, વોર્ડ નં. 1માં નિઝામપુરા સ્મશાન પાસે અને વોર્ડ નં. 3માં એમ.એસ. યુનિવર્સિટી ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા બાલ ભવન પાસે હાથ ધરવામાં આવેલી સફાઈ કામગીરીની સમીક્ષા કરી હતી.નિરીક્ષણ દરમિયાન પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓને વરસાદી મોસમમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કામગીરી સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. પાલિકા દ્વારા વરસાદ અગાઉ તમામ મુખ્ય કાંસની સફાઈ પૂર્ણ કરી દેવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
