Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ

Live TV

X
  • ગુજરાતમાં પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પાંચેય ધારાસભ્યોને પદના શપથ અપાવ્યા હતા.

    ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી.  આજે નવ નિયુક્ત ધારાસભ્યોની આજે 11 કલાકે શપથ વિધિ યોજાઈ હતી.  સી.જે ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્યપદે શપથ ગ્રહણ કર્યા હતાં.

    ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીની સાથે ધારાસભ્યોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો.  વિજાપુરથી સી.જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ઝાલા પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા.  જેમણે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply