ગુજરાતમાં પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોની આજે શપથવિધિ
Live TV
-
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચેય નવા ધારાસભ્યોની આજે શપથવિધિ યોજાશે.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પાંચેય ધારાસભ્યોને પદના શપથ ગ્રહણ કરાવશે. વિજાપુરથી સી.જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા છે. 7 મેના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1 લાખ 27 હજાર 446 મત મળ્યા હતા. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને 1, લાખ 33 હજાર 163 મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને 88 હજાર 457 મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો. ચાવડાને 1 લાખ 641 મત મળ્યા હતા. માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણીને 82 હજાર 17 મત મળ્યા હતા અને વિજય થયો હતો.
આ નેતાઓ લેશે ધારાસભ્ય પદના શપથ
વિજાપુર સી જે ચાવડા પોરબંદર અર્જુન મોઢવાડિયા ખંભાત ચિરાગ પટેલ માણાવદર અરવિંદ લાડાણી વાઘોડીયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા
