ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ, જ્યારે 313 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે.
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્યમાં આજે કોરોનાના નવા 498 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં નવા 289 પોઝિટિવ કેસ આવ્યા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 92 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 313 દર્દીઓ સાજા થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે.રાજ્યમાં કુલ સાજા થયેલ દર્દીની સંખ્યા 13324 થઈ છે. ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1219 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 5013 લોકો સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં કુલ 5074 એક્ટિવ કેસ છે. રાજ્યમા અત્યાર સુધીમા કુલ 2,45,606 ટેસ્ટ કરવામા આવ્યા છે.
