ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૫- ૨૧ જૂન દરમિયાન ઓનલાઇન યોગ નિદર્શન કલાસનું આયોજન
Live TV
-
મહિલાઓ તથા બાળકો માટે સાંજના ૦૫-૩૦ થી ૬-૩૦ કલાક સુધી યોગ નિષ્ણાંત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે.
યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહિ પણ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે અને મેડિકલ સાયન્સે પણ આ સ્વીકારી લીધું છે ત્યારે, કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ માત્ર એક અસરકારક માધ્યમ પુરવાર થશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોની ઘરે બેઠા યોગ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૫મી જૂનથી તા. ૨૧મી જૂન-૨૦૨૦ દિવસ દરમિયાન ૧૭ દિવસ સુધી ઓનલાઇન યોગ નિદર્શનના ક્લાસ શરૂ કરાયા છે એમ બોર્ડના ચેરમેન શ્રી શીશુપાલ રાજપૂત દ્વારા જણાવાયું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય તેવી સફળ કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે લોકડાઉન દરમિયાન લોકોમાં યોગ અંગેની તથા તેનાથી થતા ફાયદાની જાણકારી મળે અને લોકો યોગ કરતા શીખે તે માટે પણ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા ઓનલાઇન કલાસ લેવામાં આવે છે. ખાસ કરીને લોકોની ઇમ્યુનીટી વધે અને લોકો યોગ કરતા થાય તે માટે તા.૦૫/૦૬/૨૦૨૦ થી તા.૨૧/૦૬/૨૦૨૦ એમ ૧૭ દિવસ સુધી ગુજરાત રાજય યોગ બોર્ડના ઓફીશ્યલ ફેસબુક પેઇજ https://www.facebook.com/Gujaratyogboard/ ઉપરથી બોર્ડ દ્રારા સવારના ૭-૦૦ થી ૭-૫૦ સુધી ઓનલાઇન યોગ કલાસ ચાલુ કરવામાં આવ્યા છે.
તેમજ મહિલાઓતથા બાળકો માટે સાંજના ૦૫-૩૦ થી ૬-૩૦ કલાક સુધી યોગ નિષ્ણાંત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા શરૂ કરવામાં આવનાર ઓનલાઇન યોગ કલાસથી લોકોને લાભ મળી રહયો છે અને લોકો ૧૦૦ સુર્ય નમસ્કાર કરવા માટેનો ચેલેન્જ પણ એકસેપ્ટ કરી રહયા છે. અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્રારા યોગ ચેલેન્જ સ્વીકારી યોગ અંગેનો ૦૩ મિનિટનો વિડીયો બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે પણ ગુજરાતમાંથી આ ચેલેન્જને સ્વીકારી યોગ બોર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરી વિડીયો અપલોડ કરવા પ્રેરણા આપવામાં આવે છે.
૨૧ મી જુન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા તા.૦૫/૦૬/૨૦૨૦ થી તા.૨૧/૦૬/૨૦૨૦ સુધી ઓનલાઇનના માધ્યમથી ઓનલાઇન યોગ કલાસનિબંધ સ્પર્ધા, લેકચર સીરીઝ તથા વિડીયો ચેલેન્જ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૨૧મી જુન વિશ્વ યોગ દિવસે ઓનલાઇન યોગ કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાઇ તે માટે રજીસ્ટ્રેશન કરાવવા https://forms.gle/P9ckdBdPVPBJ1cAV8 જણાવવામાં આવે છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા પ૦૦૦થી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવેલ તથા ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન ગુજરાત રાજય યોગ બોર્ડના જિલ્લા કોચ દ્રારા ઓનલાઇન યોગ શિબિરો ચાલુ રાખી યોગની તાલીમ આવી છે
