Skip to main content
Settings Settings for Dark

સોમવારથી મંદિરો ખુલશે, સરકારની ગાઈડલાઈનનું કરવુ પડશે પાલન

Live TV

X
  • કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે

    મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર માં યોજાઈ રહેલી બેઠકમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ  મુજબ કેટલાક નિયમો ને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.મુખ્ય મંત્રીશ્રી એ  જિલ્લા મથકો એ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓ ના સંતો મહંતો સાથે  વીડિયો કોન્ફરન્સ થી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.મુખ્ય મંત્રીશ્રી એ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.કોરોના સંક્રમણ ની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસ માં મંદિરોમાં  કોઈ ઉત્સવ ને પરવાનગી આપવામાં નહિ આવે..તેમણે એવું પ્રેરક  સૂચન કર્યું કે  મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓ ને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે.આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી તેમજ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પ્રદીપ સિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા છે.

    મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે. પરંતુ ભાવિકોને પ્રસાદ નહીં મળે એટલુ જ નહીં શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ચરણામૃત પણ નહીં લઈ શકે. પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ, રેસ્ટોરાં અને મોલમાં છ ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે. ભાવિકો ઘંટ વગાડી નહીં શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહીં કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply