ગુજરાતમાં બર્ડ ફ્લુનાં કેસમાં ચિંતાજનક વધારો
Live TV
-
ગુજરાતમાં હવે ધીમે ધીમે બર્ડ ફ્લુનાં કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગીર સોમનાથમાં બર્ડ ફ્લુનાં પોઝીટીવ કેસ બાદ ભાવનગર જિલ્લામાં પણ હવે બર્ડ ફલુએ એન્ટ્રી કરી છે. ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ગુંદરણા ગામમાં થોડા દિવસ પહેલા મરઘાનાં શંકાસ્પદ મરણ થયા હતા. જેના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા સનસનાટી મચી ગઇ છે. જેના પગલે પશુપાલન વિભાગ અને અન્ય વિભાગોની ટીમ ગુંદરણા ગામે પહોંચી છે અને જરુરી કામગીરી શરુ કરી છે.
