રાજકોટની એક દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી
Live TV
-
રાજકોટ જિલ્લાના આટકોટ બસ સ્ટેશન પાસે આવેલી સત્યમ હોસ્પિટલ પાસે દુકાનમાં ગેસના ચાર સિલિન્ડર પડ્યા હતા. જેમાં અગમ્ય કારણોસર ગેસનાં એક સિલિન્ડરમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે કેબિનમાં રહેલા અન્ય ત્રણ સિલિન્ડર માં આગ ના લાગતા મોટી જાનહાનિ થતાં રહી ગઈ હતી. ત્યારે ગેસનો સિલિન્ડર ફાટવાના કારણે બોમ્બ ફૂટયો હોય તે પ્રકારનો અવાજ આસપાસની દુકાનોમાં કામ કરતા લોકો તેમજ રાહદારીઓને સંભળાયો હતો. જેના કારણે લોકો ગભરાઇ પણ ગયા હતા તો સાથે જ આગજનીનો બનાવ બનતા લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી.
સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જસદણ થી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે થોડીવાર માટે રાજકોટ ભાવનગર હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. આગનો બનાવ સામે આવતા પીજીવીસીએલ દ્વારા થોડીવાર માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
