હવામાન વિભાગ દ્વારા આગાહી, ગુજરાતમાં ફેબ્રુઆરીની શરૂઆતથી ઠંડીમાં જોવા મળશે ઘટાડો
Live TV
-
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ અને નલિયામાં હાડ થીજવતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ રાજકોટ અને ભાવનગરમાં કોલ્ડ વેવના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. જ્યારે અમદાવાદમાં તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પહેલી ફેબ્રુઆરીથી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડયો હતો. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
