ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી
Live TV
-
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાનું અનુમાન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. આજે બનાસકાંઠાના સુઈ ગામે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠાની શક્યતા છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાનુ અનુમાન છે ત્યારે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટીવિટીના કારણે 30થી 40 કિલોમિટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગની અગાહી મુજબ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. જેના કારણે બે દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી હળવો વરસાદ થઇ શકે છે. તો ગઈકાલે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.