Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં માવઠાની આફત: આગામી 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાતમાં માવઠાની આફત: આગામી 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી

    ગુજરાતમાં ગરમીની શરૂઆત વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 18 થી 20 માર્ચ સુધી કમોસમી વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. રાજ્યના આકાશમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે.

    19 માર્ચ: આ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 માર્ચના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર (કે મેઘકહેર) જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, ચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ આ તમામ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    અમરેલી અને જામનગરમાં કરા સાથે વરસાદ

    આગાહીની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. ગઇકાલે અમરેલી અને જામનગર સહિતના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આ વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ કરા સાથે માવઠું પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

    ખેડૂતો માટે ચિંતાના વાદળો

    ભારે પવન અને વરસાદને કારણે ખેતરમાં ઊભેલા રવિ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, જીરું અને ઉનાળુ પાકને માવઠાની અસર થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-03-2026 Max Temp : °C Min Temp : °C
apply