Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મેઘમહેર: વલસાડ અને તાપીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના વલસાડ અને તાપી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ, ધરમપુર, કપરાડા અને વાપીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે વાપીના સલવાવ હાઇવેના સર્વિસ રોડ અને વલસાડ શહેરના મોગરાવાડી તથા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

    બીજી તરફ, તાપી જિલ્લાના વ્યારા અને વાલોડમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વ્યારાના સ્ટેશન રોડ, મેઇન બજાર અને મિશન નાકા જેવા વિસ્તારોમાં વરસાદ પડતા લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી છે. વરસાદને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

    નર્મદા ડેમમાં પાણીની આવક વધી
    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 

    પરિણામે, નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમની જળસપાટી 126.79 મીટર પર પહોંચી છે અને ડેમ 57 ટકા જેટલો ભરાયેલો છે, જેમાં 3,324 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મુખ્ય કેનાલ દ્વારા 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, સાથે જ નર્મદા ડેમના CHPH પાવરહાઉસના 3 યુનિટ પણ કાર્યરત કરાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply