Skip to main content
Settings Settings for Dark

બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી

Live TV

X
  • બોટાદ જિલ્લામાં સાળંગપુર સહિત ૨૫૦થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયાં

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે વિશ્વના 177 થી વધુ દેશોમાં યોગ અપનાવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વર્ષે “સ્વસ્થ જીવન માટે યોગ”ની થીમ હેઠળ બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ અવસરે જિલ્લાના ગઢડા તાલુકામાં મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર-સાળંગપુર, બોટાદ તાલુકામાં મોડેલ સ્કૂલ (ખાસ રોડ) તથા રાણપુર તાલુકામાં ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના 250 થી વધુ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તથા યોગપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

    રાણપુર ખાતે મામલતદારશ્રી બટુકસિંહ ડાયમાનીની ઉપસ્થિતિમાં ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

    બરવાળા તાલુકામાં પ્રાંત અધિકારી સંજય ચૌધરીની ઉપસ્થિતિમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના સ્ટાફ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ યોગાભ્યાસમાં સહભાગી બની આરોગ્યપ્રદ જીવનશૈલીનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

    ગઢડા તાલુકામાં મામલતદાર સિદ્ધરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ તથા વિવિધ વિભાગોના કર્મચારીઓ સહિત અંદાજે ૨૨૫ જેટલા લોકોએ ભાગ લઈ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

    જિલ્લાભરમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા યોગના માધ્યમથી સ્વસ્થ જીવન, માનસિક શાંતિ અને સર્વાંગી વિકાસનો સંદેશ વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply