ગુજરાતમાં મોટો વહીવટી ફેરબદલ, 18 IAS અધિકારીઓની બદલી
Live TV
-
ગુજરાત સરકારે IAS અધિકારીઓને લઈને મોટો નિર્ણય લીધો છે જેમાં રાજ્યના 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ડી.ડી. જાડેજા, કલેક્ટર ગીર-સોમનાથની બદલી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક સોંપવામાં આવી છે.
એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની કલેક્ટર ગીર-સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે.
નીતિન વી. સાંગવાનજિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર તરીકે બદલી કરવામાં આવી છે
સી.સી. કોટક નાયબ નિયામક, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (SPIPA) મહેસાણાને અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગરના સંયુક્ત સચિવ કુમારી વી. આઈ. પટેલની બદલી ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગર તરીકે નિમણૂક માટે અધિક શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.