Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં સરકારે લેંડ ગ્રેબિંગ એક્ટ, સાયબર લો જેવા કાયદાનો કડક અમલ શરૂ કર્યો

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે લેંડ ગ્રેબિંગ એક્ટ, સાયબર લો જેવા કાયદાનો કડક અમલ શરૂ કરાવ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે આજથી રેન્જ આઇ જી ના તાબામાં આવતા આર આર સેલને કાયમ માટે બંધ કરવામાં આવશે . તો જિલ્લા પોલીસ વડાને વધુ સત્તા આપવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે સાયબરને લગતા ગુનાઓમાં વધારો થતા હવે સાયબર પોલીસ સ્ટેશન જિલ્લા પ્રમાણે અલગ રીતે કાર્ય કરાશે. બીજી સૌથી મહત્વની  જાહેરાત કરાઇ કે પોલીસ સ્ટેશનમાં લાગેલા કેમેરા પોલીસ ઇનસ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પર રહે તે રીતે કેન્દ્રિત કરાશે . જેથી પ્રજા અને પોલીસ વચ્ચે સંકલન જણવાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાતમાં સામાન્ય માણસને સલામતીનો અહેસાસ થાય તે માટે ગૃહવિભાગ સતત કામગીરી કરી રહ્યો છે અને મૃખ્યમંત્રી સંવાદ જેવા કાર્યક્રમોથી લોકો પોતાની વ્યથા અને મુશ્કેલી કોઇ પણ ડર વિના કહે છે જેના કારણે સરકાર મક્કમપણે નિર્ણય લઇને કડક કાયદાનો અમલ પણ કરાવી રહી છે. જેનું ઉદાહરણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ, સાઇબર લો, લાંચ રિશ્વત વિરોધી કાયદો છે.
    રાજ્ય પોલીસ  વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે ગુજરાતમાં નવા કાયદાઓને કારણે  ગુનાઓમાં ઘટાડો થયો છે. જેમા લેન્ડ ગ્રેબિંગ એક્ટ, સાયબર ક્રાઇમ એક્ટ સહિતના ગુનાઓમાં અનેક આરોપી ઝડપાયા છે. તો ફોરેન્સીકમાં ગુજરાત નંબર વન છે. જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં પણ મદદ મળી છે. એન્ટી કરપ્શન બ્યુરોના ચીફ કેશવકુમારે જણાવ્યું કે વર્ષ એબીસીમાં કન્વીકશન દર 21 ટકા હતા. જે વધીને 41 ટકા થયો છે. તો સૌથી વધારે પ્રમાણસર મિલકતોના કેસ નોંધાયા છે. જેમાં વર્ષ 2020માં રુપિયા 50  કરોડની અપ્રમાણસર મિલકતો એસીબીએ શોધી કાઢી છે. જ્યારે 2021માં સૌથી મોટો અપ્રમાણસર મિલકતને કેસ રુપિયા 30 કરોડનો નોંધાયો છે.  ગુજરાત એસીબીને ગૃહ વિભાગે સૌથી સુવિધા આપવામાં આવી છે. જેમાં ફોરેન્સીક એક્સપર્ટ, કાયદાકીય નિષ્ણાતોની ટીમ આપવામાં આવી છે. તો સીએની પણ ટીમ આપવામાં આવી છે. આમ આગામી દિવસોમાં એસીબી વધુ સુદ્ઢ કામગીરી કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply