Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારનો 8 જિલ્લામાં 987 હેક્ટરમાં ઔધોગિક વસાહતો સ્થાપવાનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે  નવી જીઆઇડીસી વસાહતો જાહેર કરી છે. ગુજરાત સરકારે રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔધોગિક વસાહતો- GIDC સ્થાપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મોરબી, દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની ઔધોગિક વસાહતોને મોડલ એસ્ટેટ રીતે વિક્સાવાશે. રાજ્યની હયાત 9 ઔધોગિક વસાહતોમાં બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યમાં વલસાડ, સૂરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડનુ નિર્માણ થશે. આ નવી જીઆઇડીસી વસાહતો માટે 500 થી 2000 ચોરસ મીટના 2570 પ્લોટ ફળવાશે. 10 હજાર થી 50 હજાર ચોરસ મીટરના 337 પ્લોટ ઉપલબ્ધ કરાશે. એવો અંદાજ છે કે આ નવી ઔધોગિક વસાહતોથી 20 હજાર કરતા વધુ નવી રોજગારી ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ જિલ્લામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સ્થાપના માટે ઓનલાઇન ડ્રો પધ્ધતિથી પ્લોટોની ફાળવણી પ્રસંગે વિડિયો ફોન્ફરન્સના માધ્યમથી માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply