PM સંબોધન: તેજપુર યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં મહત્વની ભૂમિકા અદા કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના તેજપુરમાં આવેલ વિશ્વ વિદ્યાલયના 18માં દિક્ષાંત સમારોહમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યુ હતુ. સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારે એજ્યુકેશન, હેલ્થ સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને અનેક નવા વિકલ્પો મળી રહે તે માટે સરકાર શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે શિક્ષણમાં નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું, કે તેજપુર યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીમાં મહત્વની ભૂમિકા અદા કરશે. આ સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ માત્ર પોતાના માટે નહિ, પરંતુ દેશના વિકાસ માટે કામ આવે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સમારોહમાં આસામના રાજ્યપાલ જગદીશ મુખી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ, આસામના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યાં. સમારોહમાં 1 હજાર 218 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડીપ્લોમાં એનાયત કરવામાં આવ્યા હતા. તો 48 વિદ્યાર્થીઓને સ્વર્ણપદક દ્વારા સન્માનિત કરાયા હતા.
