Skip to main content
Settings Settings for Dark

સમગ્ર દેશમાં આજે થઇ રહેલી પ્રોસ્થોડોન્ટીસ્ટ ડેની ઊજવણી

Live TV

X
  • આજે સમગ્ર દેશમાં પ્રોસ્થોડોન્ટીસ્ટ ડે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે ભારત અને એશિયાના  પ્રોસ્થોડોન્ટીસ્ટ નિષ્ણાત સામાન્ય જનતાને પ્રોસ્થોટીક ડેન્ટીસ્ટી અંગે જાગૃતિ લાવવામાટે વિવિધ પ્રયાસો કરે છે જેમાં સારવાર અને દાંતના રોગોને  અટકાવવા માટેના ઉપાયો સુચવે છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલ કે જ્યાં ભાવનગર શહેર, જીલ્લા અને આજુબાજુના જીલ્લાના લોકો સારવાર માટે આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તમાકુ વાળા પાનમસાલાના વ્યસની લોકો ખૂબજ છે,જેના દાંત ખરાબ થઇ જવા અથવા તો જડબાનું કેન્સર વગરે રોગો થતા હોય છે. આ ઉપરાંત અકસ્માતોમાં પણ લોકોને દાંત અને જડબામાં ઈજા થતી હોય છે જેની સારવાર ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં દાંત વિભાગ તેમજ દરેક પ્રકારની વિવિધ સારવાર વિભાગના વડા ડો.જીજ્ઞાબેન શાહ કે જેઓ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ હોય જે તેમના સાથી ડોક્ટરોની ટીમ સાથે અત્યંત આધુનિક સાધનો દ્વારા દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ખાસ કરીને દાંતમાં સડો થતા મોઢાના કેન્સરની પણ શક્યતા રહે છે ત્યારે "દાંત સ્વસ્થ તેનું શરીર સ્વસ્થ" એક ઉપાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply