સાંસદ સી.આર.પાટીલના હસ્તે નવસારી ફ્લાઈ ઓવરનું ભૂમિ પૂજન
Live TV
-
કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની સહાયથી નવસારીના રેલ્વે ઓવર બ્રિજ બનાવવા માટેના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ C.R. સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યાં હતાં. થ્રી લેનનો આ ફ્લાઈ ઓવર અંદાજીત 114 કરોડ નાં ખર્ચે નિર્માણ પામશે. જેની લંબાઈ 1200 મીટર રેહશે. ઉપરાંત અમૃત યોજના હેઠળ ૪૭.૪૦ M.L.D. ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજલપોર વોટર ટ્રીટ્મેન્ટ પ્લાન્ટના ભૂમિ પૂજનનું કાર્ય પણ સંપન્ન થયું હતું. આ તકે બોલતા C.R.પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનો ઉદ્દેશ છે કે વર્ષ 2024 સુધીમાં તમામ રેલવે ફાટક ઉપર ઓવર બ્રીજનું કામ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે.
