નડિયાદ: રોડ સેફ્ટી મન્થની ઊજવણીના ભાગરૂપે મહિલા પોલીસ સ્કૂટર રેલીનું આયોજન
Live TV
-
ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા બત્રીસમાં રોડ સેફ્ટી મન્થની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યાં છે તે ઉપક્રમે ખેડા જિલ્લામાં નડિયાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે મહિલા પોલીસની સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા પોલીસ અને આરટીઓ નડિયાદ સંયુક્ત ઉપક્રમે યોજાયેલી રેલીમાં પચાસ મહિલા પોલીસ જોડાયા હતા. અને તેમણે વિવિધ બેનર્સ દ્વારા મહિલાઓને સંદેશ આપ્યો હતો કે મહિલાઓએ વાહન ચલાવતી વખતે કેવી સાવચેતી રાખવી, હેલ્મેટ ખાસ પહેરવું તેમજ ફોર વ્હિલર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ.
