PM મોદીએ કોવિડ વેક્સિન લાભાર્થીઓ અને રસીકરણ સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,આજે વીડિયો કોન્ફરસિંગ દ્વારા, વારાણસીમાં કોવિડ વેક્સિન લીધેલા લાભાર્થીઓ તેમજ રસીકરણના કામ સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2021ની શરૂઆત ઘણા શુભ સંકલ્પો સાથે થઈ છે. અને કહેવાય છે કે કાશીમાં કરેલા શુભ સંકલ્પ સિદ્ધિમાં બદલાય છે તેથી જ આપણને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન વ્યાપક પણે શરૂ કરવાની સિદ્ધી પ્રાપ્ત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ગત છ વર્ષમાં વારાણસીતેમજ તેના આસ-પાસના વિસ્તારમાં મેડિકલ સુવિધાઓ સાથેનું આગવું મેડિકલ ઇન્ફ્રાસ્ટકચર વિકસ્યું છે તેના કારણે પણ આ વિસ્તારોમાં કોવિડની મહામારી સામે લડવામાં ઘણી મદદ મળી હતી.
