ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
દેશમાં આગળ વધી રહેલું નૈઋત્યનું ચોમાસું બે દિવસમાં મધ્ય તેમજ ઉત્તર ભારત પહોંચશે - ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.
નૈઋત્યના ચોમાસાએ હવે વેગ પકડ્યો છે. તે 48 કલાકમાં મધ્ય તેમજ ઉત્તર ભારત સુધી પહોંચી જશે. અત્યાર સુધી દેશમાં 25 ટકા સામાન્યથી વધુ વરસાદ રેકોર્ડ કરાયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, મધ્ય અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ થશે. દરમ્યાનમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત બેસી ગયું છે. રવિવારે સૌરાષ્ટ્રમાં બે ઈંચ, મધ્ય ગુજરાતમાં અઢી ઈંચ જ્યાર ખેડા જિલ્લામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં વાલોડમાં આજે સવારે ચારથી છમાં છ મિમી અને ડોલવણ તાલુકામાં 17 મિમી વરસાદ ખાબક્યો છે. નૈઋત્યના ચોમાસાએ હવે ઉત્તર અરબી સમુદ્રના વધુ કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે, તેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે