ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
Live TV
-
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. આ વખતે 100 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે કુલ 4 લાખ 127 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આપવામાં આવ્યો છે. જ્યારે 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આપવામાં આવ્યો છે. તો 35,288 વિદ્યાર્થીને B1, 1,29,781 વિદ્યાર્થીને B2 ગ્રેડ આપવામાં આવ્યો છે.. મહત્વપૂર્ણ છે કે, ધો. 12માં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી આગળના વર્ગમાં અભ્યાસ શરુ કરી શકાય તે માટે પાસ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું પણ પરિણામ 100 ટકા આવ્યું છે, પણ એ1 અને એ2 ગ્રેડની સંખ્યા જોઈએ તો તેનું પ્રમાણ ઘટ્યું હોવાનું શહેરની વિજયનગર સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પાઠકે જણાવ્યું હતું.
