Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોરોના અપડેટ: કોરોનાથી રિકવરી રેટ વધીને 81.78% પર પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1445 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે..રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે...આજે રાજ્યમાં કુલ 72,076 ટેસ્ટ કરવામાં આવ્યા હતા..જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1108.86 પ્રતિ મિલિયન થાય છે...રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,25,447 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1295 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1445 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે...અત્યાર સુધીમાં કુલ 87,479 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 81.78% છે..

    રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,85,500 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,85,033 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 467 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.

    જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16351 એક્ટિવ કેસ છે...વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 16,269ની તબિયત સ્થિર છે...રાજ્યમાં અત્યાર સુધી 87,479 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે...રાજ્યભરમાંથી 3136 દર્દીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે..રાજ્યમાં આજે વધુ 13 દર્દીઓના દુ:ખદ નિધન થયા..જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર 1, વડોદરા કોર્પોરેશનમાં 1 થયા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply