હેલ્મેટ નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી, રાજ્યભરમાં પોલીસની હેલ્મેટ ડ્રાઇવ
Live TV
-
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતા મૃત્યુનો આંક ચિતાજનક છે. ત્યારે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા તેમજ આ નિયમને કડક રીતે અમલીકરણ કરવા માટે આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં હેલ્મેટ નહી પહેરનાર વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચના પોલીસ મહાનિરીક્ષક પીયુષ પટેલે સમગ્ર ગુજરાતના પોલીસ કમિશનર્સ, જીલ્લા પોલીસ વડાઓને આદેશ કર્યો છે.
જેમાં જણાવવામાં આવ્યુ છે કે ગઇકાલે ડી.જી.પી. અને રેંજ આઇ.જી. વચ્ચે થયેલી બેઠક માં માર્ગ અકસ્માતને કાબુમાં લેવા અને ટ્રાફિકના નિયમની અમલવારી માટે હેલ્મેટ નહીં પહેરનાર સામે કાર્યવાહી કરીને.
વધુ ને વધુ દંડ કરવા નું.જણાવવા માં આવ્યુછે આ માટે ,સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે, પોલીસે વધુને વધુ દંડ વસુલવાના કેસ કરવા તેમજ કામગીરીનો રિપોર્ટ પણ બીજા દિલવસ સવારે આઠ વાગ્યા સુધીમાં મોકલી આપવા માટે જણાવવામાં આવ્યુ છે.
