Skip to main content
Settings Settings for Dark

વડોદરાની સયાજી હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ, કોઇ જાનહાની નહીં

Live TV

X
  • વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત મોડી સાંજે કોરોના સંક્રમીતોના આઇસીયું 1 વોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આગનાં ધુમાડાને કારણે અફરા-તફરીની મહોલ સર્જાયો હતો. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સહિત સિક્યુરિટીના કર્મચારીઓએ કોરોના સંક્રમીતો દર્દીઓને જીવનાં જોખમે વોર્ડમાંથી ખુલ્લામાં શિફ્ટ કર્યા હતાં.

    તેમજ વોર્ડનાં બેડસ નીચે શિફ્ટ કરીને દર્દીઓને ખુલ્લામાં ખસેડવામાં આવ્યા હતાં. ફાયરબ્રિગેડનાં લાશ્કરોએ પણ આવીને સંપૂર્ણ બિલ્ડીંગની લાઇટ બંધ કરીને આગને કાબુ માં લીધી હતી. જે માળે આગ લાગી હતી તે માળનો વીજ પુરવઠો કાપીને આગ ને વધતી અટકાવી હતી.

    અત્રે ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડ દ્વારા પાંચ દિવસ પહેલા જ અહીં કોરોના વોર્ડમાં આગ લાગે ત્યારે કેવી રૂટ કામગીરી કરવી તે અંગેનું મોક ડ્રિલ યોજવામા આવતું હતું.

    ઘટનાની જાણ થતાં મધ્ય ગુજરાતનાં કોવિડ કેરનાં ફરજ પરનાં વિશેષ અધિકારી ડો. વિનોદ રાવ જિલ્લા કલેકટર મેયર સાંસદ સહિત અન્ય અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુદ્ધના ધોરણે તમામ કોરોના ગ્રસ્ત 38 જેટલા દર્દીઓને અન્યત્ર ખસેડવા માં આવ્યા હતા. જે લોકોની સ્થિતિ નાજુક હતી તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply