ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023નું કરાયું સફળ આયોજન
Live TV
-
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023નું કરાયું સફળ આયોજન
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા હેકાથોનની પાંચમી આવૃતિનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગટે તથા સમસ્યા નિવારણની તક મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ હેકાથોનમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારની જૂદી જૂદી વિવિધ સંભવિત 231 સમસ્યાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ગુજરાતમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કુલ 1463 ટીમ બનાવવામાં આવી છે. જેમાં 7886 સહભાગીઓ સામેલ છે. 1463 ટીમોમાંથી 75 ટીમો ગુજરાત રાજ્ય બહારની હતી.
સમગ્ર ગુજરાતમાં 16 જૂદા જૂદા નોડલ કેન્દ્રોમાં હાથ ધરવામાં આવતી આ હેકાથોનનું એક કેન્દ્ર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. જેમાં યુનિવર્સિટી તરફથી 88 ટીમો અને 511 સહભાગીઓએ ભાગ લીધો હતો. આ હેકાથોનમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતની ગુજરાત બહારની 18 ટીમો સામેલ થઈ હતી. આ હેકાથોનમાં અભ્યાસુ વિદ્યાર્થીઓની રોજબરોજની સમસ્યાઓ જેવી કે એથ્લેટસ માટે પોષણ એપ્લીકેશન, નકલી સોશિયલ મીડિયા પ્રોફાઈલ શોધ અને રીપોર્ટિંગ તથા વેસ્ટ ટુ એનર્જી ટ્રાન્સફર્મેશન સિસ્ટમ જેવા પ્રશ્નોનું વિદ્યાર્થીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ હેકાથોનનાં મુખ્ય અતિથિ તરીકે સિનિયર સાયન્ટીસ્ટ અને સેક-ઇસરો ગ્રુપનાં ડાયરેક્ટર ડી. કે. પટેલ તથા કાર્યકારી કુલપતિ ડૉ. એસ. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
