દિવાળીમાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક ખડેપગે રહેશે
Live TV
-
દિવાળીમાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક ખડેપગે રહેશે
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી તંત્ર ખડેપગે છે. દિવાળીના તહેવાર પર ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. તો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 24 કલાક ખડેપગે રહેશે. દિવાળી પર આગ લાગવાના બનાવોમાં વધારો થતો હોય છે, જેથી દિવાળીના તહેવારથી લાભ પાંચમ સુધી ફાયર વિભાગના કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ ફાયર વિભાગના તમામ વાહનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ફાયર ઓફિસર દિક્ષિપ પટેલ અનુસાર, ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગના જવાનો સંપૂર્ણ રીતે સજ્જ છે. ફાયર ઓફિસર દીક્ષિત પટેલે નડિયાદ નગરજનોને અપીલ કરી છે કે ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી તેમજ બાળકોને ધુમાડાના પ્રદુષણથી દૂર રાખવા. તથા બીજાને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય આગ અકસ્માતનો બનાવ ન બને તેની કાળજી રાખવા અપીલ કરી હતી. જો કોઈ આગ નો અકસ્માત બને તો કન્ટ્રોલ ખાતે ફોન નંબર 02652564101 કોલ કરવા પણ અપીલ કરી હતી.
