ગુજરાત દિવસઃ બે રાજ્યોની બોર્ડર વચ્ચે આવતું નવાપુર રેલ્વે સ્ટેશન, એક ભાગ ગુજરાતમાં અને એક મહારાષ્ટ્રમાં
Live TV
-
આજે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસ છે. ગુજરાત રાજ્યને 1લી મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું હતું.
આજે ગુજરાત દિવસ અને મહારાષ્ટ્ર દિવસ છે. ગુજરાત રાજ્યને 1લી મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ કરવામાં આવ્યું હતું. ગુજરાત બોમ્બેમાંથી અલગ થયા બાદ બાકી રહેલા બોમ્બે રાજ્યનું નામ મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું હતું. 1લી મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પડોશી રાજ્યના લોકો આ દિવસની ઉજવણી કરે છે.
હાલ તો આ બંને રાજ્યો અલગ છે પરંતુ એક અનોખી વસ્તુ જે આ બંને રાજ્યોને જોડે છે અને તે છે નવાપુર રેલ્વે સ્ટેશન. આ રેલ્વે સ્ટેશનનો અડધો ભાગ નવાપુર અને અડધો ગુજરાતમાં આવેલો છે. નવાપુર રેલ્વે સ્ટેશનના વોકવે પર પીળી લાઈન દોરવામાં આવી હતી જે ગુજરાત વિસ્તાર અને મહારાષ્ટ્ર વિસ્તાર દર્શાવે છે. રેલ્વે સત્તાવાળાઓએ નવાપુર રેલ્વે સ્ટેશનની મધ્યમાં અને પીળી પટ્ટી પર એક બેંચ પણ ગોઠવી હતી. આ બેંચ પર બેઠેલા મુસાફરોને મોટી સંખ્યામાં આકર્ષિત કરે છે કારણ કે આ બેંચ બે રાજ્યોની બોર્ડર પર પડેલી છે.
આ બેંચ પર બંને રાજ્યોને વિભાજીત કરતી પીળી પટ્ટી પણ દોરવામાં આવી છે. આ બેન્ચ પર બેઠેલા લોકો તેમના ફોનમાં સેલ્ફી લેવાનું ભુલતા નથી. આ બેંચ લોકો માટે સેલ્ફી પોઈન્ટ પણ બની છે. આ રેલ્વે સ્ટેશનની વધુ એક અદ્ભુત બાબત એ છે કે મુસાફરોનું ટિકિટ કાઉન્ટર ગુજરાત બોર્ડર પર આવેલું છે જ્યારે મુસાફરો મહારાષ્ટ્ર બોર્ડરમાં કતારમાં ઉભા રહે છે. આ સ્ટેશન પર ટ્રેનની જાહેરાત અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠીમાં થાય છે. જ્યારે ટ્રેન મહારાષ્ટ્ર તરફ જતી હોય અને આ સ્ટેશન પર આવે છે, ત્યારે ગુજરાતથી તેનું એન્જિન મહારાષ્ટ્રના નવાપુરમાં આવેલું છે જ્યારે તેની બોગી ગુજરાતની સરહદમાં આવેલી છે.