ગુજરાત પોલીસની સાયબર ગઠિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક: 'ઓપરેશન મ્યૂલ હન્ટ'માં 2289 કરોડના ફ્રોડનો પર્દાફાશ
Live TV
-
રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમ પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' હાથ ધરીને મોટી સફળતા મેળવી છે.
સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા 'મ્યૂલ અકાઉન્ટ્સ' (ગેરકાયદે નાણાકીય વ્યવહાર માટે વપરાતા ખાતા) સામે કરાયેલી આ આક્રમક કાર્યવાહીમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે.
ઓપરેશનની મુખ્ય સિદ્ધિઓ : કુલ ધરપકડ: 638 શખ્સો,દાખલ FIR: 565,મ્યૂલ અકાઉન્ટ્સ પર કાર્યવાહી: 913,ગુનાઓની ઓળખ: 4052
આ ઓપરેશનના પરિણામે રાજ્યમાં ચેક દ્વારા થતા શંકાસ્પદ ઉપાડમાં 75% અને એટીએમ ઉપાડમાં 66% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે RBI હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'રિસ્ક સ્કૉરિંગ' પ્રણાલી અમલમાં મૂકી રહ્યું છે. IDPIC દ્વારા તૈયાર કરાયેલ 'mulehunter.ai' રજીસ્ટ્રીના માધ્યમથી બેંકો હવે શંકાસ્પદ ખાતાઓની માહિતીનું રિયલ-ટાઇમ આદાન-પ્રદાન કરી શકશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતે, સાયબર સુરક્ષા એ હવે માત્ર આર્થિક સુરક્ષાનો જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ અત્યંત મહત્વનો વિષય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ડિજિટલ ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સફળતા વચ્ચે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.
