Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી અમદાવાદ અને અંબાજીમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. પ્રધાનમંત્રી અમદાવાદ અને અંબાજીમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. આ સાથે જ પ્રધાનમંત્રી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે. ત્યારબાદ પ્રધાનમંત્રી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટનો પણ પ્રારંભ કરાવશે. મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદના એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે. અમદાવાદમાં જનસભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી દાંતા જવા રવાના થશે, જ્યાં તેઓ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે ત્યાર પછી  અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા પહોંચશે. પ્રધાનમંત્રી હાતાવાડાથી 36 કિલોમીટર લાંબા રોડ માર્ગે અંબાજી મંદિર સુધી જશે. નરેન્દ્ર મોદીના આગમનને લઈ અંબાજી ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પાંચમા નોરતે નિજ મંદિરમાં પૂજા આરતી કરી પ્રધાનમંત્રી ગબ્બર મહાઆરતીમાં પહોંચશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply