Skip to main content
Settings Settings for Dark

ગુજરાત માટે ખુબ જ સારા સમાચાર, રાજ્યના અનેક જિલ્લામાં આજે ન નોંધાયો કોરોનાનો એક પણ કેસ

Live TV

X
  • રાજ્યમાં સતત કોરોનાના વધતા કેસની વચ્ચે આજે સારા સમાચાર મળ્યા છે. ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાંથી એક પણ કેસ સામે આવ્યો નથી. બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, પંચમહાલ અને નર્મદા જિલ્લામાંથી એક પણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ મહેસાણા જિલ્લામાં આજે નવા 6 પોઝિટિવ કેસ સામે આવ્યા આવ્યા છે. યાત્રાધામ બેચરાજીમાં 3, કડીમાં 2 અને વિજાપુરમાં એક કેસ નોંધાયો છે. 

    જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી જાણી તેમને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.તો આમોદમાં એક નવો કેસ મળી આવ્યો.જેના કારણે આમોદના વોર્ડ નંબર 3માં આવેલા બે વિસ્તાર આમલીપુરા અને વણકર વાટ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયા છે.દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.તો આજે ભાવનગર જિલ્લામાંથી નવા બે કેસ મળતા જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો 97 થઈ ગયો છે.

    અત્યાર સુધી જિલ્લામાં 7 લોકોના મોત અને 45 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.અને હાલ 45 લોકોની સારવાર ચાલી રહી છે.તો સાબરકાંઠાના ઈડરમાં 20 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અરવલ્લીના મોડાસા ટ્રાન્સપોર્ટ નગરની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, જેના કારણે જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસનો આંકડો 77 પર પહોંચી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply