લૉકડાઉનની સ્થિતિમાં છૂટછાટ આપવા મુદ્દે રાજ્યના તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે CM રૂપાણીએ યોજી બેઠક
Live TV
-
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ચ સચિવો પણ બેઠકમાં જોડાયા છે.
આ સાથે જ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે.
આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આ અધિકારીઓ સાથે આગામી તા. ૧૭મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે. રાજ્ય મંત્રી મંડળ ના વરિષ્ઠ મંત્રીશ્રીઓ પણ સંબંધિત જિલ્લા મથકેથી આ વીડિયો કોન્ફરન્સ માં સહભાગી થઈ રહ્યા છે
