લૉકડાઉન: મહેસાણા જિલ્લામાં 8 હજાર શ્રમિકોએ વતન જવા કરાવ્યું રજિસ્ટ્રેશન
Live TV
-
લોકડાઉનમાં બિનગુજરાતી શ્રમિકો દ્વારા વતન જવાનો ઘટનાક્રમ યથાવત્ છે.મહેસાણા જિલ્લામાં 8 હજાર જેટલા શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.જે અંતર્ગત વિસનગરથી 3 લકઝરી બસ અને ડાભલાથી 2 લકઝરી બસમાં કેટલાક શ્રમિકોને રવાના કરાયા હતા.અત્યાર સુધી મહેસાણા તાલુકાના 1300 શ્રમિકોને યુપી, તથા 1200ને ગ્વાલિયર મોકલવામાં આવ્યા છે.
આ તમામ લોકોને સ્પેશિયલ ટ્રેનમાં રવાના કરાયા હતા.શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભોજન,નાસ્તો અને પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.દરેક યાત્રીને ફુડ પેકેટ અને પાણી આપવામાં આવ્યું હતું.
