Skip to main content
Settings Settings for Dark

મનિલામાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન અમદાવાદ પહોંચ્યું

Live TV

X
  • લૉકડાઉન ફસાયેલા ભારતીયોને 'વંદે ભારત મિશન' અંતર્ગત સ્વદેશ પરત લાવવાનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મિશન હેઠળ વિવિધ દેશોમાંથી અનેક ભારતીયોને લઈને અસંખ્ય વિમાનો ભારત પહોંચી રહ્યાં છે. ત્યારે મનિલામાં ફસાયેલા 139 વિદ્યાર્થીઓને લઇને એક ખાસ ફ્લાઇટ અમદાવાદ પરત ફરી હતી. આ તમામ વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાના ખાસ વિમાન દ્વારા વાયા મુંબઇ થઇને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

    મનિલાથી પરત ફરેલા તમામ વિદ્યાર્થીઓનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમના સામાનને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. તો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થાય તે રીતે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

    ગતમોડી રાતે દુબઈમાં ફસાયેલા ભારતીયોને લઇને વિમાન પરત ફર્યું હતું 

    આ તબક્કામાં દુબઈમાં ફસાયેલા ભારતીયોને લઈને વધુ એક એર ઈન્ડિયાનું વિમાન કોચ્ચી પહોંચ્યું હતું. આ ઉપરાંત ગઈકાલે સાંજે ઢાકાથી 160 જેટલાં ભારતીય પ્રવાસીઓને લઈને એક વિમાન મુંબઈ પહોંચ્યું હતું. તો આજે વહેલી સવારે મનીલાથી 139 વિદ્યાર્થીઓ અને અમેરિકાથી પણ એક પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. સ્વદેશ આવેલા આ તમામ ભારતીયોને ફરજીયાત 14 દિવસ ક્વોરોન્ટાઈનમાં રહેવું પડશે અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply