ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ
Live TV
-
મંગળવારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું, ત્યારે વિદ્યાર્થીને પોતાની માર્કસીટની એનલાઈન કોપી આજથી શાળાઓમાં જ ડાઉનલોડ કરીને વિતરણ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ૮ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાના કારણે પાસ કરી દેવામાં આવ્યાં છે.. જેમાં શાળા દ્વારા ધોરણ ૯ની પ્રથમ અને બીજી કસોટી અને ધોરણ ૧૦ની પ્રથમ કસોટીના આધારે મુલ્યાકન કરી ગ્રેડ આપવામાં આવ્યા હતા અને તેના આધારે ધોરણ ૧૦નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, વિદ્યાર્થીને અપાતી માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેની જગ્યાએ ક્વોલીફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટીફિકેટ એવો ઉલ્લેખ કર્યા છે.
