Skip to main content
Settings Settings for Dark

ડાંગમાં ડાંગ વન વિભાગ દ્વારા ઇકો કેમ્પ સાઇટ-મહાલને પર્યટકોની સેવામા ખુલ્લુ મુકવામાં આવ્યું

Live TV

X
  • સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમા વસેલા ડાંગ જિલ્લામાં ડાંગ વન વિભાગ દ્વારા ઇકો કેમ્પ સાઇટ-મહાલને પર્યટકોની સેવામા ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પર્યટકો માટે અહીં તેમના બજેટને અનુરૂપ સ્યુટ્સ, લોગ હટ્સ, ડાંગી હટ્સ જેવા રૂમની નિવાસ વ્યવસ્થા છે.  અહી પ્રવાસીઓની માંગ અનુસાર કેમ્પ ફાયર, સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ, નેચર ટ્રેલ, નેચર કેમ્પ, જંગલ ટ્રેકિંગ, બર્ડ વોચિંગ સહિતની એક્ટિવિટી થઇ શકે છે. સહ્યાદ્રિ પર્વતમાળાની શરૂઆતે જ અહીં કુદરતે પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પરંપરાગત ભાતીગળ લોકસંસ્કૃતિનો 'ત્રિવેણી સંગમ' રચીને તેની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગુજરાતનો સૌથી ઊંચો અને રૌદ્રરમ્ય અહેસાસ કરાવતો 'ગિરમાળ વોટરફોલ' આ જ વિસ્તારમા આવેલો છે. અહી ગુજરાતી અને ડાંગી ભોજન, અને ચા નાસ્તો પ્રવાસીઓને મળી રહે છે. ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક  અગ્નિશ્વર વ્યાસે  વન વિસ્તારના નિયત પ્રવાસન સ્થળો સિવાય વન પ્રદેશમા જરૂરી પરવાનગી અને ગાઈડ વિના જવુ પર્યટકો માટે જોખમભર્યું હોય તેવો પ્રયાસ નહિ કરવાની પણ હિમાયત કરી છે. અહી ટેલીફોન અને ઇ-મેલ દ્વારા ઓનલાઇન બુકીંગ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply