Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યાયાવર પક્ષીઓનું મનપસંદ આશ્રયસ્થાન: વર્ષ 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન

Live TV

X
  • ગુજરાત તેના સમૃદ્ધ પર્યાવરણ અને સુરક્ષિત આબોહવાને કારણે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે મનપસંદ પ્રવાસન સ્થળ બન્યું છે.

    વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઈટ્સ, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’માં અંદાજે 35 લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓ નોંધાયા છે. વન વિભાગના વાઈલ્ડલાઈફ પ્રભાગના જણાવ્યા અનુસાર, પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના મહેમાન બને છે.નડાબેટમાં   14 .90 લાખ પક્ષીઓ સાથે પક્ષીઓની પહેલી પસંદ બન્યું છે. અહીં સુરખાબ (લેસર ફ્લેમિંગો)ની સંખ્યા 9 લાખથી વધુ નોંધાઈ છે.ખીજડીયામાં અહીં સૌથી વધુ 347 પ્રજાતિના 3.12 લાખ પક્ષીઓ જોવા મળ્યા છે. વર્ષ 2021માં તેને ‘રામસર સાઈટ’નો દરજ્જો મળ્યો હતો. ધોળાવીરા પાસેના આ સ્થળે ચાલુ વર્ષે 7.90લાખ પક્ષીઓ નોંધાયા છે.

    રાજ્યની પ્રથમ રામસર સાઈટ ખાતે 270 પ્રજાતિના 6.42 લાખ પક્ષીઓનું આગમન થયું છે. વર્ષ 2026માં ગુજરાતની ૫મી ‘રામસર સાઈટ’તરીકે સન્માનિત આ સરોવરમાં 1.50 લાખ પક્ષીઓ નોંધાયા છે.થોળ ખાતે 74,452 અને વઢવાણા સરોવર ખાતે 47,793 યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે.દર વર્ષે મે માસના બીજા શનિવારે ‘વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ’ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘પ્રત્યેક પંખી મહત્વનું છે, આપણું નિરીક્ષણ એટલે જ અગત્યનું છે’ રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં વન વિભાગ વન્યજીવ સંરક્ષણ માટે કડક કાયદાઓ અને આધુનિક સુવિધાઓ અમલમાં મૂકી રહ્યું છે, જેના કારણે છેલ્લા દોઢ દાયકાથી ગુજરાત પક્ષીઓ માટે વધુ સુરક્ષિત બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply