ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય બજેટ સત્રની શરૂઆત
Live TV
-
આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં રાજ્યપાલ ઓ.પી કોહલીએ પોતાના વ્યક્તવ્યથી સભાની શરૂઆત કરાવી
આજથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં રાજ્યપાલ ઓ.પી કોહલીએ પોતાના વ્યક્તવ્યથી સભાની શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકપ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ગૃહના સભ્યોએ સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો. ગૃહમાં આજે પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર દિવસ માટે સભાને મૂલતવી રાખામાં આવી હતી. વિધાનસભાના સત્ર અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે સભાની પરંપરા મુજબ લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભામાં લેખાનુદાન રજૂ કરવામાં આવશે. તો ગૃહમાં રાજ્યપાલના ભાષણ દરમિયાન કોગ્રેસનાં ધારાસભ્યો દ્વારા હંગામો કરાતા રાજ્યપાલે પોતાનું ભાષણ ટુંકાવી દિધુ હતુ. આ બાબતને ભૂપેન્દ્રસિંહ ચૂંડાસમાએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
