CM રૂપાણીએ શ્રમયોગીઓને શ્રમ પારિતોષિક કર્યાં એનાયત
Live TV
-
સી.એમ. રૂપાણીએ તેમને શ્રમ રત્ન પારિતોષિકથી નવાજ્યા હતા. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કુલ 64 શ્રમયોગીને શ્રમ ભૂષણ, શ્રમ રત્ન અને શ્રમ વીર એમ ત્રણ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી વિજયરૂપાણીના હસ્તે શ્રેષ્ઠ કામ કરનાર શ્રમયોગીને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમણે કારખાના અને ઉદ્યોગમાં શ્રેષ્ઠ કાર્ય કરીને રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું હોય તેમજ આફત કે દુર્ઘટનાના સમયે જીવને જોખમમાં મૂકીને પણ મિલકત અથવા તો અન્ય સહકર્મીના જીવ બચાવ્યા હોય. આવા શ્રેષ્ઠ શ્રમયોગીને આ પુરસ્કાર અપાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં શ્રમ શક્તિને જવાન અને કિસાન પછીની ત્રીજી મહત્વપૂર્ણ શક્તિ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવામાં શ્રમિકોની સમજણ પરિશ્રમ અને મહેનત પાયારૂપ છે.
