શહીદોના પરિવારોની મદદ અર્થે દેશમાં વહી દાનની સરવાણી
Live TV
-
ગુરૂવારે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના 40 જવાન શહીદ થયા છે. આ ઘટનાએ દેશની સંવેદના અને ચેતનાને હચમચાવી દીધી છે. લોકોમાં આતંક ની ઘટના પ્રત્ચે રોષ જાગ્યો છે, તો બીજી તરફ દેશ શહીદ જવાનો પ્રત્યે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
શહાદતને સન્માન દ્વારા આજે આખો દેશ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. દેશની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ ઠેર-ઠેર લોકો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે, તો ક્યાંક મૌન રેલી કાઢવામાં આવી રહી છે. તો અનેક જગ્યાએથી શહીદોના પરિવારજનોને મદદના હેતુથી મોટી સંખ્યામાં દાન પણ એકઠું કરવામાં આવી રહ્યું છે.
